સ્ટડી મટીરિયલ્સ ડાઉનલૉડ કઇ રીતે કરવુ?

આર. આઇ. જાડેજા.કોમ વેબસાઇટ પર સ્ટડી મટીરિયલ્સ ડિસ્પ્લે કરવા અને ડાઉલનલોડ કરવા માટેની પદ્ધતિ ટેક્નિકલ કારણોસર બદલવાની ફરજ પડી છે. નવી પદ્ધતિ અનુસાર સ્ટડી મટીરિયલ્સ પહેલાની જેમ ડાઉનલૉડ થઇ શકતુ નથી. આ સમસ્યાનું સમાધાન કરવાનાં પ્રયત્નો ચાલુ જ છે પરંતુ આ સમસ્યાનું સમાધાન ન થાય ત્યા સુધી મટીરિયલ્સ કઇ રીતે જોવુ અને ડાઉનલૉડ કરવું તેના માટેની માહિતી અહી રજૂ કરવામાં આવી છે. ફક્ત એકવાર વાંચી લેવાથી આ વેબસાઇટનો ઉપયોગ સહેલાઇથી કરી શકાશે.
નોંધ: આર. આઇ. જાડેજા.કોમ વેબસાઇટ પર આ રીતે સ્ટડી મટીરિયલ્સ ડાઉનલોડ કરવામાં વિદ્યાર્થીઓને તકલીફ પડી રહી છે તે બાબતને અમે ગંભીરતાપૂર્વક લઇએ છીએ પણ ઉપર કહ્યું તેમ આવુ કરવા માટે અમોને ફરજ પડી છે. આ સમસ્યાનું સમાધાન કરવા માટેના પ્રયત્નો ચાલુ જ છે.