હેલ્પ સેન્ટરમાં આપનુ સ્વાગત છે.
How to login and access study materials?નોંધ - www.rijadeja.comમા હાલ હજારો વિદ્યાર્થીઓ રજીસ્ટર્ડ છે પરંતુ ફક્ત અમુક વિદ્યાર્થીઓને જ (જેની સંખ્યા 50 થી પણ ઓછી છે) લોગીન થવામા તેમજ સ્ટડી મટીરિયલ્સ ડાઉનલૉડ કરવામા તકલીફ પડી રહી છે. ફક્ત આ વિદ્યાર્થીઓ માટે હુ વેબસાઇટની સંપૂર્ણ સિસ્ટમ બદલી શકુ નહી તેથી તેઓ માટે મે આ હેલ્પ સેન્ટર બનાવ્યુ છે. આ હેલ્પ સેન્ટર મહત્વના પ્રશ્નોને આવરી લે છે. લોગીન થવા તેમજ મટીરિયલ ડાઉનલૉડ કરવા અંગેની તમામ વિગતો આ હેલ્પ સેન્ટરમા આપેલી હોવાથી આ પ્રકારના પ્રશ્નોના જવાબ ઇમેઇલ દ્વારા અથવા ફીડબેક ફોર્મમા આપવામા આવશે નહી. www.rijadeja.com વેબસાઇટ પર લખેલ ગુજરાતી અક્ષરો નથી વાંચી શકાતા? આ વેબસાઇટ માટે IME Indic ફોન્ટનો ઉપયોગ કરવામા આવ્યો છે. આ ફોન્ટને બધી જ ઑપરેટીંગ સિસ્ટમ તેમજ માઇક્રોસોફ્ટ ઑફિસ પ્રોગ્રામ પર ઇંસ્ટૉલ કર્યા વિના પણ સપોર્ટ કરે છે. તેમ છતા પણ જો ફોન્ટ ન જોઇ શકાતા હોય તો તમે તે ફોન્ટ નીચેની લિંક દ્વારા ડાઉનલૉડ કરી શકો છો. હાલમા આ ફોન્ટ બ્લેકબેરી તથા વિન્ડૉ બેઝ ઑપરેટીંગ સિસ્ટમ સિવાય બીજા કોઇ મોબાઇલ પર સપોર્ટ કરતા નથી. |