About rijadeja.com
Miscellaneous Help Topics | આર. આઇ. જાડેજા ડોટ કોમ (www.rijadeja.com) વેબસાઇટ હાલ વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ વિશે માર્ગદર્શન તેમજ સમગ્ર સાહિત્ય (સ્ટડી મટીરિયલ્સ) પુરુ પાડે છે. આ વેબસાઇટમા નીચે મુજબની તમામ પરીક્ષાઓની માહિતી તેમજ તેના માટેનુ સ્ટડી મટીરિયલ્સ ઉપલબ્ધ છે.
ઉપરોક્ત પરીક્ષાઓ સિવાય શિક્ષકોને ઉપયોગી હોય તેવી માહિતી પણ આ વેબસાઇટ પર ઉપલબ્ધ છે. જેમા શિક્ષણ અંતર્ગત માહિતી, શિક્ષકોને જરૂરી એવા શૈક્ષણિક વિભાગના અગત્યના પરિપત્રોવગેરે ઉપલબ્ધ છે. આર. આઇ. જાડેજા ડોટ કોમ (www.rijadeja.com) વેબસાઇટની અતિ-ઉપયોગી સેવા "Ask Me!" નો પણ અત્રે ઉલ્લેખ કરવો જરૂરી લાગે છે. Ask Me! પેજ પર વિદ્યાર્થીઓ પોતાને મુંઝવતા પ્રશ્નો પુછી શકે છે. આ પ્રશ્નોનો જવાબ R. I. Jadeja દ્વારા 24 થી 48 કલાકમા આપવામા આવે છે. આ પેજ તેમજ અન્ય સેવાઓનો સમન્વય કરતા rijadeja.com તેમજ કોઇ મોંઘા કોચીંગ સેન્ટર વચ્ચે કોઇ ફર્ક રહેતો નથી. હા, એક ફર્ક છે... કોચીંગ સેન્ટર વિદ્યાર્થીઓ પાસેથી તગડી ફી વસૂલે છે જ્યારે આર. આઇ. જાડેજા ડોટ કોમ (rijadeja.com) વેબસાઇટ પર રહેલુ તમામ સાહિત્ય તેમજ સેવાઓ તદન મફત (Absolutely Free!) છે. આ વેબસાઇટ દ્વારા જ ચલાવવામા આવતી અન્ય વેબસાઇટો જેમા Resources અને Monday Musings નો સમાવેશ થાય છે. Resources વેબસાઇટમા સ્પર્ધાત્મક પરીક્ષાઓમા ઉપયોગી હોય તેવી અનેક PDF ફાઇલોનો સમાવેશ થાય છે. આ ફાઇલોમા જનરલ નૉલેજ, વિજ્ઞાન, ગુજરાતી સાહિત્ય, અંગ્રેજી ગ્રામર સહિત ઘણા સ્ટડી મટીરિયલ્સનો સમાવેશ થાય છે. જનરલ નૉલેજ માટે અન્ય એક વેબસાઇટ GK.rijadeja.com પણ વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ છે. આ વેબસાઇટનાં ઉપયોગ વડે વિદ્યાર્થીઓ ગુજરાત, ભારત તેમજ વિશ્વને લગતુ જનરલ નૉલેજ ઓનલાઇન વાંચી શકશે. GK ની આ વેબસાઇટ વાંચ્યા બાદ વિદ્યાર્થીઓને અન્ય કોઇ જનરલ નૉલેજની પુસ્તકની જરૂર નહી પડે તેવી મને આશા છે. Monday Musings એ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેનુ ઇ-મેગેઝીન છે. આ મેગેઝીન તેના નામ મુજબ જ દર સોમવારે પ્રસિદ્ધ થાય છે. આ મેગેઝીનમા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને ઉપયોગી થાય તેવા સમાચારો હોય છે. આ મેગેઝીન વાંચ્યા બાદ વિદ્યાર્થીઓને રોજબરોજના અખબારો / સમાચાર પત્રો વાંચવાની જરૂર રહેતી નથી. આ મેગેઝીનમા સમાચારો સિવાય અન્ય સાહિત્ય પણ ઉપલબ્ધ કરાવવામા આવે છે જેમા Other Resources તેમજColumns નો સમાવેશ થાય છે. Columns વિભાગમા અગાઉ પરીક્ષા પાસ કરી ચુકેલા વિદ્યાર્થીઓ તેમજ તજજ્ઞો દ્વારા પરીક્ષાલક્ષી અથવા તો કરંટ અફેયર્સ પર લેખો લખવામા આવે છે. તેમજ Other Resources વિભાગમા સ્પર્ધાત્મક પરીક્ષાઓમા ઉપયોગી થાય તેવા વિભિન્ન મુદ્દાઓ પર વિગતવાર પ્રકાશ પાડવામા આવે છે. ધોરણ 5 થી 12 ના વિદ્યાર્થીઓને ઉપયોગી થાય તેવા જીસીઇઆરટીના ઓનલાઇન પાઠ્યપુસ્તકો (GCERT Online Books) ઉપલબ્ધ છે www.rijadeja.com વેબસાઇટ પર નજીકના જ ભવિષ્યમા ધોરણ 5 થી 12 ના વિદ્યાર્થીઓને ઉપયોગી થાય તેવુ સાહિત્ય પણ મુકવામા આવશે. આ સાહિત્યમા ધોરણ 5 થી 12 (જીસીઇઆરટી) ના દરેક પાઠ્યપુસ્તકોની ઉચ્ચ ગુણવત્તાયુક્ત નોટ્સ તેમજ તેના સ્વાધ્યાયોના પ્રશ્ન-જવાબ મુકવામા આવશે. આ સિવાય ધોરણ 5 થી 12 ના વિદ્યાર્થીઓને ઉપયોગી થાય તેવી જનરલ નૉલેજની ક્વિઝ તેમજ પાઠ્યપુસ્તકો ના અધ્યાયોમાથી ક્વિઝ બનાવીને પણ મુકવામા આવશે. બોર્ડના વિદ્યાર્થીઓને ઉપયોગી થાય તેવા ગુજરાતમા ટોપ-વિદ્યાર્થીઓની પોતે બનાવેલી નોટ્સ પણ આ વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવવામા આવશે. આર. આઇ. જાડેજા ડોટ કોમ (www.rijadeja.com) વેબસાઇટ દ્વારા શિક્ષણને લગતા તમામ વ્યક્તિઓને જોડવાનો મારો આ એક પ્રયાસ છે. આ વેબસાઇટ શિક્ષણને એક મંચ પુરુ પાડશે તેવી મને આશા છે. આ વેબસાઇટ માટે આપનો કિંમતી પ્રતિભાવ જરૂરથી આપશો. Follow me on Google+ |